Site icon Revoi.in

અયોધ્યામાં રામભક્તો અને કૉંગ્રેસીઓની વચ્ચે ઘર્ષણ, રામમંદિરમાં ઝંડો લઈને ઘૂસવા પર વિવાદ

Social Share

અયોધ્યા: રામનગરી અયોધ્યામાં કૉંગ્રેસ સમર્થકો અને રામમંદિરમાં આવેલા રામભક્તો વચ્ચે ઘર્ષણ થયુંછે. ચર્ચા દરમિયાન મારામારી થવાની જાણકારી સામે આવી છે. રામમંદિરમાં કોંગ્રેસના નેતા અને યુપી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાય દર્શન માટે આવ્યા હતા.

વિવાદનું કારણ ઝંડો લહેરાવાને લઈને થયાનું જણાવાય છે. જાણકારી પ્રમાણે, કોંગ્રેસી પાર્ટીનો ઝંડો લઈને મંદિર પરિસરમાં દાખલ થયા હતા. ભક્તોએ ઝંડો નહીં લહેરાવાની અપીલ કરી હતી. તે દરમિયાન વિવાદની સ્થિતા પેદા થઈ હતી.

મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય રાય અને યુપી કોંગ્રેસ વિધાનમંડળ દળના નેતા આરાધના મિશ્રા અયોધ્યા પહોંચ્યા હતા.

કોંગ્રેસના કાર્યકર્તાઓને જોઈને ઉત્સાહિત અજય રાયે કહ્યુ કે તમામ કાર્યકર્તાઓ પુરી મહેનત અને ઈમાનદારીથી અત્યારથી જ લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાય જાય. જનતા આ વખતે કોંગ્રેસની સરકાર લાવવાનું મન બનાવી ચુકી છે.

યુપી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યુ છે કે ભાજપથી જનતાનો મોહભંગ થઈ ચુક્યો છે. મોંઘવારી વધી રહીછે. યુવાઓને રોજગાર મળી રહ્યો નથી. ભાજપ મંદિરના નામે મોંઘવારી અને બેરોજગારીથી જનતાનું ધ્યાન ભટકાવવા માંગે છે, પરંતુ જનતા આ વખતે ભાજપના નેતાઓના ઝાંસામાં  આવવાની નથી.