છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ – ડીઆરજીના 3 અધિકારીઓ શહીદ
- છત્તીસગઢના સુકમામાં ડીઆરજીના 3 અધિકારીઓ શહીદ
- સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ
રાયપુરઃ- છત્તીસગઢ રાજ્ય નક્સલીઓના ત્રાસ માટે જાણીતું છે અહી નક્સલીઓ ગદ્રારા સતત આતંક ફેલાવવામાં આવે છે ત્યારે આજે કઈક આવી જ ઘટના પ્રકતાશમાં આવી છે જેમાં 3 અધિકારીઓના અથડામણ દરમિયાન મોત થયા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે આજરોજ શનિવારની સવારે મોટી અથડામણ સર્જાય છે. આ એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રુપના ત્રણ જવાનો શહીદ થયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન ઓચિંતો હુમલો કરીને બેઠેલા નક્સલીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણ જવાન શહીદ થયા છે.
આ ઘટના ત્યારે બની હતી કે જ્યારે ડીઆરજી પાર્ટી નક્સલ પેટ્રોલિંગ સર્ચ માટે રવાના થઈ હતી. અભિયાન દરમિયાન જગરગુંડા અને કુંદેડ વચ્ચે પોલીસ પાર્ટી અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. શહીદ થયેલા જવાનોના નામ એએસઆઈ રામુરામ નાગ, સહાયક કોન્સ્ટેબલ કુંજમ જોગા અને કોન્સ્ટેબલ વંજમ ભીમાનો સમાવેશ થાય છે.આ સાથે જ આ હુમલાની ઘટનામાં બે જવાનો ઈજાગ્રસ્ત પણ થયા છે.