Site icon Revoi.in

ઝારખંડમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 2 ઘાયલ જવાનોમાંથી એક શહીદ

Social Share

રાંચીઃ- ઝારખંડ કે જે નક્સલીઓ માટે જાણીતો પ્રદેશ છે અહી અવાર નવાર સેના અને સુરક્ષાદળો વચ્ચે અથડામણની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજરોજશુક્રવારે ચાઈબાસા પોલીસે  માહિતી આપી હતી કે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં ઘાયલ થયેલા બે સીઆરપીએફ જવાનોમાંથી એકનું મૃત્યુ થયું છે.

જાણકારી અનુસાર એન્કાઉન્ટર બાદ બંનેને સારી સારવાર માટે એરલિફ્ટ કરીને રાંચી લઈ જવામાં આવ્યા હતા. જ્યારે એકને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની માહિતી પ્રમાણએ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લા પોલીસ અને પ્રતિબંધિત નક્સલવાદી સંગઠન સીપીઆઈ-માઓવાદીઓની સશસ્ત્ર ટુકડી વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું.

ગોઇલકેરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હુસ્પીમાં એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા બે CRPF જવાનોને શુક્રવારે સવારે એરલિફ્ટ કરીને રાંચી લવાયા હતા. રાંચીમાં સારવાર દરમિયાન એક જવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા જવાનની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘાયલ જવાનને રાંચીના મેડિકામાં દાખલ કરવામાં આવ્યો છે.