શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં સેન અને આતંકીઓ વચ્ચે સતત અથડામાંની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વિતેલી રાત્રે પુલવામામાં સેન અને આતંકીઓ આમને સામને આવ્યા હતા અને અથડામણ સર્જાઇ હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે પુલવામા જિલ્લાના અરિહાલમાં ગઈકાલે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. માહિતી અનુસાર, ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સુરક્ષા દળોએ ઘેરી લીધું અને સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો.
જિલ્લાના અરિહાલ વિસ્તારની નવી કોલોનીમાં આવેલા બગીચાઓમાં સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યા બાદ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષા દળોએ પણ આતંકવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
આ સાથે જ સેન અને આતંકી ઑ બંને પક્ષો વચ્ચે કેટલાક કલાકો સુધી ગોળીબાર થયો હતો. સેના અને પોલીસના ઓપરેશનમાં પુલવામામાં એક આતંકી માર્યો ગયો. આ સાથે સેનાએ હથિયારો અને તેમના ઠેકાણાઓને પણ નષ્ટ કરી દીધા છે. હજુ સુધી આ અથડામણમાં સુરક્ષા દળોના કોઈ ઘાયલ થયા હોવાની કોઈ માહિતી નથીહાલ પણ અહી સર્ચ ઓપરેશન શરૂ છે ,