- જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા
- બે આતંકીઓને ઢેર કર્યા
- એક મકાન માલિક ઢેર, જેણે આતંકીઓને આશ્રય આપ્યો હતો
શ્રીનગરઃ- દેશની જન્નત ગણાતા એવા કેન્દ્ર સાશિત પ્રદેશમાં આતંકીઓનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, અવારનવાર પાકિસ્તાન દ્વારા અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન ોકરવામાં આવતા હોય છે જો કે દેશની સેના ખડેપગે રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નાકામ કરે છે ત્યારે વિતેલા દિવસે ફરી એક વખત આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ સર્જાય હતી.
મળતી માહિતી પ્રમાણે હૈદરપોરા વિસ્તારમાં વિતેલા દિવસને સોમવારે સાંજે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓ અને તેમને આશ્રય આપનાર એકને ટારકર્યો હતો. માર્યા ગયેલા લોકોમાં તે ઘરનો માલિક પણ છે જ્યાં આતંકીઓ સંતાયેલા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ત્રાલના અમીર તાંત્રે અને બનિહાલના અમીરનો સમાવેશ થાય છે. જ્યારે શરણાર્થીનું નામ અલ્તાફ જણાવવામાં આવી રહ્યું છે. જોકે આ નામોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. એન્કાઉન્ટરને કારણે શ્રીનગર-બારામુલ્લા રોડ પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. બદલાયેલા રૂટ દ્વારા તેઓને ગંતવ્ય સ્થાને મોકલવામાં આવ્યા હતા.
મળતી વિગત પ્રમાણે સુરક્ષા દળોને હૈદરપોરા વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી. જેના આધારે વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓને એક ઘરમાં છુપાયેલા જોઈ જવાનોએ તેમને પડકાર ફેંક્યો અને બીજી બાજુથી ફાયરિંગ શરૂ થઈ ગયું. ઠેકાણાની માહિતી મળતાં અંદર છુપાયેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
આ સાથે જ એક પોલીસકર્મી ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે સાંજના સમયે સ્થાનિક નાગરિકો અને ભીડની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ સંયમ રાખ્યો હતો. જો કે, સુરક્ષા દળોએ શંકાસ્પદ ઘરોને ઘેરી લીધા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ એક પછી એક બે આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મેળવી હતી. જે મકાનમાં આતંકીઓ છુપાયા હતા તેનો માલિક પણ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં આતંકીઓના મદદગારનું હોસ્પિટલમાં મોત થયું હતું. આતંકીઓએ તેના ઘરના ઉપરના માળે આશ્રય લીધો હતો.