Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ એક આતંકી ઠાર

Social Share

શ્રીનગર – જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકીઓને શોઘવાનું મિશન ચલાવી રહી છે જે અતંર્ગત અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ઘરીને આતંકીનો ખાતમો કરવામાં આવી રહ્યો છે ત્યારે કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગઈ કાલ સાંજથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ ઓપરેશન અવંતીપોરા પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.

અવંતીપોરા પોલીસને નંબલ વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી. જેના આધારે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કોડનમાં ઘેરાતા આતંકીઓ એ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું.

જો કે સુરક્ષા દળોની ટીમે આતંકીઓને આત્મસમર્પણ કરવાની તક પણ આપી હતી,પણ આતંકીઓ માન્યા જ નહી. જે બાદ સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે આતંકીના મોતની પુષ્ટિ કરી છે.

ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ કાશ્મીરમાં સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવવાનું સતત ષડયંત્ર રચી રહ્યા છે. સોમવારે પણ આતંકવાદીઓએ નાપાક કૃત્ય કર્યું હતું. સુરક્ષા દળોને નિશાન બનાવીને ગાંદરબલમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં કોઈ નુકસાન થયું નહોતું.