Site icon Revoi.in

શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઢેર – સુરક્ષામાં કરાયો વધારો

Social Share

 

શ્રીનગરઃ-જમ્મુ કાશ્મીરના ઘણ વિસ્તારોમાં આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયત્ન કરતા રહેતા હોઈ છે જો કે સેનાના જવાનો આકતંકીઓને સફળ થવા દેતા નથી ત્યારે ફરી એક વખત આજ રોજ  શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ સર્જાઈ હતી.

આતંકીઓની ભાળ મળતાની સાથે સેના એક્શન મોડમાં આવી હતી અને આ સાથે જ એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ્રઆ અથડામણમાં  બે આતંકીઓને ઠાર કર્યા છે. આ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકવાદીઓની હાજરી હોવાની માહિતી મળી રહી છે. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે શ્રીનગરના રંગરેથમાં આતંકવાદીઓની હાજરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ વિસ્તાનમાં સુરક્ષા બંદોબસ્ત  કડક થતો જોઈને આતંકીએ સેનાના જવાનો પર ગોળીબાર શરૂ કર્યો હતો, પરંતુ સેના દ્વારા આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં જો કે આતંકીઓએ ગોળીબાર ચાલુ રહ્યો ત્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.

જો કે હજુ સુધી આ આતંકીઓ કોણ છે તેની કોઈ જ ઓળખ થઈ શકી નથી. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના એક નવા નિયુક્ત આતંકવાદીને ઠાર માર્યો હતો. તેની પાસેથી હથિયારો મળી આવ્યા છે. સુરક્ષા દળો દ્વારા આતંકવાદીના આત્મસમર્પણ માટે પરિવારના સભ્યોને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તે પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો હતો,જ્યારે તેમણે ગોળીબાર કર્યો ત્યારે જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો.