Site icon Revoi.in

ડેરા બાબાનાનક નજીક ડ્રગ્સ માફિયાઓ અને બીએસએફ વચ્ચે અથડામણ, હેરોઈનનો જથ્થો ઝડપાયો

Social Share

દિલ્હીઃ ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડેરા બાબા નાનકના ચંદુ વડાલા પોસ્ટ પાસે ડ્રગ્સ તસ્કરો અને બીએસએફના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં બીએસએફના એક જવાનને ગોળી વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયાં હતા. સરહદ ઉપર ચહર-પહલ જોઈને ફરજ પર તૈનાત બીએસએફના જવાનોએ તપાસ શરૂ કરી હતી. તેમજ ભારતીય સીમમાં પ્રવેશ નહી કરવા ટકોર કરી હતી. દરમિયાન ઘુસણખોરોએ સુરક્ષા જવાનો ઉપર ગોળીબાર કર્યો હતો. જેથી ભારતીય જવાનોએ પણ સામે ગોળીબાર કર્યો હતો. આ ઉપરાંત બીએસએફ દ્વારા સર્વે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન સ્થળ પરથી 49 કિલો હેરોઈનનો જથ્થો તથા પિસ્તોલ અને કારતુસ મળી આવ્યાં હતા.

પ્રાથમિક તપાસમાં BSF પર ગોળીબાર કરનારા ડ્રગ્સ સ્મગલર હોવાનું જણાઈ રહ્યું છે, જો કે તપાસ બાદ ખબર પડશે કે જેઓ BSF સાથે લડ્યા તેઓ ડ્રગ સ્મગલર્સ હતા કે આતંકવાદી. ડીઆઈજી બીએસએફ પ્રભાકર જોશીનું કહેવું છે કે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.  ત્યાં તૈનાત બીએસએફના જવાનોએ સરહદ પર ગાઢ ધુમ્મસ વચ્ચે હિલચાલ જોઈ.. આના પર બીએસએફના જવાનોએ ચેતવણી આપી તો બીજી બાજુથી ગોળીબાર શરૂ થયો. આ પછી BSF જવાનોએ પણ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બીજા કરવતથી જવાબમાં અનેક રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી. તેણે કહ્યું કે તે સ્થળ પર જઈ રહ્યો છે

ડીઆઈજીના મતે આ એક મોટું એન્કાઉન્ટર છે. બીએસએફના એક જવાનને ગોળી વાગી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કરતારપુર કોરિડોર ડેરા બાબા નાનકમાં જ છે. શ્રી કરતારપુર ગુરુદ્વારા સાહિબના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ કોરિડોરમાંથી પસાર થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધ તંગ બન્યાં છે. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપતા હોવાથી ભારતે તેની સાથેના સંબંધ ઉપર પૂર્ણવિરામ મુક્યો છે. બીજી તરફ આતંકવાદીઓ અને ડ્રગ્સ માફિયાઓએ ભારતના આર્થતંત્રને નુકસાન પહોંચવા માટે કવાયત શરૂ કરી છે. જો કે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ અને ડ્રગ્સ માફિયાઓના પ્રયાસોને નિષ્ફળ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે.