- છત્તીસગઢ-તેલંગણા સીમા પર નક્સલી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
- સુરક્ષાદળોને મળી મોટી સફળતા
- 4 મહિલા સહીત 6 નક્સલીઓ ઠાર મરાયા
દિલ્હીઃ- છત્તીસગઢ અવું રાજ્ય છે જે નક્સલવાદીઓથી પ્રભઆવીત ગણાય છે જ્યા અવાર નવાર સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે,ત્યારે આજ રોજ સોમવારે પણ આવી જ એક ઘટના સામે આવી છે
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે તેલંગાણા અને છત્તીસગઢ સીમા પર સ્થિત કમા જિલ્લાના પેસરલા પાડુ ગામે નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં સેનાના જવાનોને મોટી સફળતા મળી.
આ અથડામણમાં સુરક્ષા દળોએ ચાર મહિલાઓ સહિત 6 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. આ ઓપરેશન તેલંગાણા, છત્તીસગઢ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનું સંયુક્ત ઓપરેશન હતું.જેમાં તેઓ સફળ રહ્યા છે.
ભદ્રાદ્રી કોઠાગુડેમના પોલીસ અધિક્ષકે મીડિયાને જણાવ્યું હતુ કે, “આ એન્કાઉન્ટર દક્ષિણ બસ્તર વિસ્તારમાં થયું હતું. સર્ચ ઓપરેશન હાલ પણ ચાલુ છે.આ ઓપરેશનમાં કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે.”