- અનંતનાગમાં આતંકીઓ અને સામસામે
- એક આતંકીનો ખાતમો
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એક એવું કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જેને દેશની જન્નત ગણવામાં આવે છે, ત્યારે બીજી તરફ અહીંની શાંતિ દુશ્મન દેશ સતત ભંગ કરવાના પ્રયત્નમાં રહે છે,ત્યારે આજે ફરી એક વખત આતંકીઓએ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો,
મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાયસ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં સેનાએ એક આતંકીને ઠાક કર્યો છે,જો કે હજી આ આતંકી કોણ છે કયા સંદગઠન સાછથે સંકળાયેલો છે તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ.
સેના અને આતંકી વચ્ચેના આ ઘર્ષમાં એક પોલીસ જવાન ઘા.લ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે,કાશ્મીર જ્હોન પોલીસના જણઆવ્યા પ્રમાણે હાલ પણ અભિયાન શરુ છે.
તાજેતરમાં કાશ્મીરમાં સિલેક્ટિવ હત્યા કરનારા આતંકવાદીઓ સામે મોટી અને કડક કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર સાથે આ બાબતને લઈને ખાસ ચર્ચા કરી છે કે આ નવા પડકારનો સામનો કેવી રીતે કરવો. આ માટે કાશ્મીરમાં કાર્યરત આતંકવાદીઓની વિગતો સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓ પાસેથી માંગવામાં આવી છે.
આ આતંકવાદીઓને મદદ કરનારાની પણ ધરપકડ કરાશે. કાશ્મીરમાં હાજર કેટલાક આતંકવાદીઓ પહેલા યુવાનો પાસે સિલેક્ટિલ કિલિંગ કરાવી રહ્યા છે અને પછી તેમને તેમના સંગઠનમાં સામેલ કરી રહ્યા છે. ગૃહ મંત્રાલય આતંકવાદીઓની આ નવી યુક્તિને તોડવા માટે વિચારણા કરી રહ્યું છે. વાસ્તવમાં, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ લશ્કર-એ-તૈયબાનું સંગઠન છે. આ સંગઠનમાં સક્રિય કેટલાક આતંકવાદીઓ તેમની સાથે જોડાણ કરીને યુવાનોને મારી રહ્યા છે. યુવાનોને ટાર્ગેટ આપવામાં આવે છે કે તેઓ પોતાના માટે પિસ્તોલની વ્યવસ્થા કરે. આ માટે તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.