- સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
- એક આતંકવાદી ઢેર
- અવંતીપોરાના બારાગામ વિસ્તારમાં બની ઘટના
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના બારાગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. ઘટનાનું વર્ણન કરતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે,આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે
આના લગભગ ચાર દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર થયું હતું. જેમાં ત્રણ અજાણ્યા આતંકીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,તેમને માહિતી મળી હતી કે શોપિયાંના ચક-એ-ચોલા ગામમાં આતંકવાદીઓની હાજરી છે. જે બાદ તેમણે સર્ચ અને સીઝ ઓપરેશન શરૂ કર્યું હતું.પહેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ જવાબી ગોળીબાર કરવામાં આવ્યો.
શોપિયાં એન્કાઉન્ટર વિશે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચે દિવસભર ચાલેલી ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.બાદમાં આ આતંકીઓની ફરી ઓળખ થઈ હતી. તેમના નામ અમીર હુસૈન, રઈસ અહેમદ અને હસીબ યુસુફ છે. સત્તાવાર રેકોર્ડ અનુસાર, પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ત્રણેય આતંકવાદીઓ આતંકવાદી હુમલાને અંજામ આપનારા જૂથો સાથે સંકળાયેલા હતા.તેઓએ સુરક્ષા દળો અને નાગરિકો પર ઘણા હુમલા પણ કર્યા છે.