જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી મૂઠભેદનો અંત – ત્રણ આંતકીઓનો ખાતમો
- જમ્મુ કાશ્મીરમાં ત્રણ આતંકીઓનો ખાતમો
- આંતકીઓ અને સુરક્ષાદળો વચ્ચેની મૂઠભેદ નો અંત
- શ્રાનગરમાં મંગળવારની રાતથી એન્કાઉન્ટર શરુ હતુ
દિલ્હીઃ-જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરનો અંત આવ્યો છે,વિતેલા મંગળવારની મોડી રાત્રે સુરક્ષા દળોએને આંતકીઓ સંતાયેલા હોવાની માહિતી મળી હતી ત્યાર બાદ શ્રીનગરની સીમમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બુધવારે એન્કાઉન્ટર થયેલા સ્થળેથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય મૃતદેહો આતંકવાદીોના છે અને તેમની ઓળખ હાલ જ કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના આ વિસ્તારમાં આ પહેલા 25 ડિસેમ્બરે કાશ્મીરના શોપિયા જિલ્લાના કૈગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. બેથી ત્રણ આતંકવાદીઓએ ઝડપથી ફાયરિંગ શરૂ કરી હતી, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં એક આતંકીને ઢેર કરી દેવાયો છે. આ સાથે જ સેનાએ ખીણ વિસ્તારોમાં એલર્ટ જારી કર્યું હતું.
આ એન્કાઉન્ટર પહેલા જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોએ જૈશના કમાન્ડર સહિત બે આતંકીઓને ઠાર કર્યા હતા. જેમાં એક પાકિસ્તાની અને બીજો સ્થાનિક આતંકવાદી સામેલ હતો. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. તેમજ સુરક્ષા દળો તરફથી શરણાગતિ માટે પણ આતંકીઓને અપીલ કરવામાં આવી રહી છે, જો કે મોટો ભાગે આતંકીઓ તરફથી કરવામાં આવતા ત્રાસમાં સુર્કષાદળોએ જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડતી હોય છે, જો કે ચાલુ વર્ષ દરમિયાન સુરક્ષાદળોને આંતકીઓનો ખાતમો કરવામાં ઘણી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
સાહિન-