- શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ
- 2 આકંતીઓનો એન્કાઉન્ટરમાં ખાતમો
શ્રીનગર – જમ્મુ કાશ્મીર દેશનો એક એવો વિસ્તચાર છે કે જ્યા આતંકીઓની હરપળ નજર રહેતી યો છે જો કે સુરક્શાદળો તેમના નાપાક ઈરાદા પર પાણી ફેરવી રહ્યા છે,ત્યારે ફરી એક વખ તજમ્મુ અને કાશ્મીરમાં આવેલા શ્રીનગર શહેરના જાકુરા વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ આતંકીઓ આ માણસો ટેરર આુટફીટLeT/TRF સાથે સંકળાયેલા હતા. આઈજીપી કાશ્મીરના જણાવ્યાપ્રમાણે, માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ ઈખલાક હજામ તરીકે થઈ છે. તે હસનપોરા અનંતનાગમાં તાજેતરમાં એચસી અલી મોહમ્મદની હત્યામાં સામેલ હતો. તેમની પાસેથી 2 પિસ્તોલ સહિત અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી છે.
આ પહેલા બુધવારે શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સુરક્ષા દળોએ જિલ્લાના નૌપોરા વિસ્તારના નદીગામ ગામને ઘેરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું, જેમાં એક આતંકી માર્યો ગયો.
તો બીજી તરફ ગયા શનિવારે, રાતભર ચાલેલી બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર શનિવારે રાત્રે કાશ્મીર ઘાટીના પુલવામા અને બડગામ જિલ્લામાં થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામાના નાયરા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા,