Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ

Social Share

શ્રીનગરઃ આજરોજ મંગળવારે વહેલી સવારે જમ્મુ -કાશ્મીરના સોપોરમાં ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સર્જાઈ હોવાની માહિતી મળી રહી છે,  આ બાબતે જમ્મુ -કાશ્મીર પોલીસે કહ્યું કે સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે અને બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેટલા આતંકવાદીઓ ફસાયેલા છે.

આ પહેલા પણ સોમવારે 10 એસઓજી કમાન્ડોએ સાદા વેશમાં ક્રિકેટ મેદાનને ઘેરી લીધું હતું અને એન્ટી એન્કાઉન્ટરમાં રેઝિસ્ટન્સ ફ્રન્ટ ના નેતા અબ્બાસ શેખ અને ડેપ્યુટી ચીફ સાકિબ મંઝૂરને ઠાર કર્યા હતા. બંને લાંબા સમય સુધી પોલીસના રડાર પર હતા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયારો પણ ઝપ્ત કરાયા છે.આ બન્ને આતંકીઓ અનેક નાગરિકોની હત્યામાં સામેલ હતા. તેઓ સ્થાનિક યુવાનોની ભરતીમાં પણ ભૂમિકા ભજવી રહ્યા હતા. પોલીસના મતે આ એક મોટી સફળતા છે.

શ્રીનગર પોલીસના 10 કર્મચારીઓ બંને વિશે નક્કર માહિતી મળ્યા બાદ સિવિલ ડ્રેસમાં ગયા હતા. ત્યાં તેઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને તેમને પડકાર્યા. ચેતવણી આપ્યા બાદ ત્યાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના વળતા જવાબમાં સેનાએ ફાયરિંગ શરુ કર્યું  અને એન્કાઉન્ટર શરૂ થયું જેમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે અબ્બાસે આતંક ફેલાવ્યો હતો અને નવા યુવાનોને આતંકવાદમાં જોડાવા માટે પ્રેરિત કરતો હતો, જેના કારણે બાળકોના માતા -પિતા ખૂબ પરેશાન રહેતા હતા.ત્યારે ફરી આજે વહેલી સવારથી  સોપોરમાં સેના અને આતંકીઓ સામસામે ફઆયરિંગ કરી રહ્યા છે.