પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ – એક આતંકી ઠાર
- સુરક્ષાદળોને મળી સફળતા
- પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર
શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સેનાઓ વચ્ચે અવાર નવાર અથડામણ થતી હોય છે,સેનાના જવાનો ખડેપગે રહીને આતંકીઓ પર નજર રાખી રહ્યા છે ત્યારે ફરી એક વખત સેનાને મોટી સફળતા મળી છે.મળતી જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.
ઘટનાને મામલે પોલીસે જણાવ્યું કે પુલવામાના દુજાન ગામમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોને અહીં કેટલાક આતંકવાદીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી, જેના આધારે સેના અને પોલીસની સંયુક્ત ટીમે વિસ્તારને કોર્ડન કરવાનું શરૂ કર્યું હતું. પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યોજવાબી કાર્યવાહીમાં સેનાએ પણ ગોળીબાર કરવાનું શરુ કર્યું.
જો કે હાલ પણ અહી એન્કાઉન્ટ શરુ જ છે કેટલાા આતંકવાદીઓ સંતાયેલા છે તે જાણવા મળ્યું નથી,ઉલ્લેખનીય છે કે આ મહિનામાં સેનાએ ઘણા આતંકીઓના ખાતમો કર્યો છેજૂનમાં 20 દિવસમાં આતંકવાદીઓ વિરુદ્ધ 15 ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં સાત પાકિસ્તાનીઓ સહિત 27 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા