- કેદીઓ અને પોલીસ વચ્ચે મારામારી
- ભાવનગર જેલમાં બની ઘટના
- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
ભાવનગર: ભાવનગર સબ જેલમાં જુનાગઢના કેદીઓ અને પોલીસ સ્ટાફ વચ્ચે મારામારી સર્જાઈ હતી. જે બાદ ઘવાયેલ કેદીઓને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે કેદીના પરીવારે જેલ સ્ટાફ વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે, આ મુદ્દે ગૃહરાજ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે ભાવનગર જિલ્લા જેલના ઈન્ચાર્જએ જુનાગઢના 4 કેદીઓ વિરુદ્ધ ગેરશિસ્ત અને ફરજમાં રૂકાવટ હુમલો વગેરે કલમ હેઠળ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં જુનાગઢ જેલના પાકાં કામના કેદીઓ જેમાં નિહાલ ગુલામ અબ્બાસ ભૂરાણી નિશાદ નિહાલ ભૂરાણી ઝહિર વજીર ભૂરાણી તથા નવશાદ ગુલાબ અબ્બાસ ભુરાણી આ આઈપીસી કલમ 302ની કલમ હેઠળ સજા કાપવા ભાવનગર સબ જેલમાં લાવવામાં આવ્યા હતા જયાં જેલ સત્તાવાળ સ્ટાફ દ્વારા જેલની શિસ્ત નું કડક પણે પાલન કરવા કેદીઓને જણાવતાં પ્રથમ સ્ટાફ-કેદીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મામલો મારામારી માં પરીણમતા કેદીઓએ સ્ટાફને માર માર્યો હતો.