- જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે મૂઠભેદ
- એક આતંકીનો ખાતમો
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર પ્રદેશમાં આતંકવાદીઓ શાંતિ ભંગ કરવાનો સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે ત્યારે આજે વહેલી સવારથી ફરીથી શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી ,આ મામલે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ એન્કાઉન્ટરમાં એક સેના દ્વારા આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે આજે વહેલી સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું અને થોડી જ વારમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
હાલર સેના માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ વિસ્તારોમાં સુરક્ષા અને સતર્કતા પણ વધારી દેવામાં આવી છે. છે, થોડા દિવસો પહેલા દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તેમની પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝીન, પિસ્તોલના સાત રાઉન્ડ, એક ગ્રેનેડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી
આ સાથે જ ફરીથી . બુધવારે મોડી રાત્રે કુલગામ જિલ્લાના રેડવાની ગામમાં આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમી મળી મળી હતી.જેના આધારે તરત જ કાર્યવાહી કરતા, એસઓજીએ સેનાની એક રાષ્ટ્રીય રાઇફલ્સ અને સીઆરપીએફની 188 બટાલિયન સાથે મળીને વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું