- સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ
- શોપિયાંના ઝૈનાપોરા વિસ્તારની ઘટના
- જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે આપી જાણકારી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાના ઝૈનાપોરા વિસ્તારના બડીગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે જાણકારી આપી છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત ષડયંત્રને અંજામ આપી રહ્યા છે, તો,સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓનો ઢેર કરવામાં આવી રહ્યો છે.જેના કારણે આતંકીઓ ગુસ્સે ભરાયા છે અને આવા હુમલાઓ દ્વારા પોતાના ષડયંત્રને અંજામ આપી રહ્યા છે. આ કારણે ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે.
આ પહેલા બુધવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ એક વ્યક્તિને ઠાર માર્યો હતો.
જો કે ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં ભારત વિરોધી અને આતંકવાદી ગતિવિધીઓને જોરદાર જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સેના દ્વારા તમામ દેશવિરોધી ગતિવિધીને રોકવામાં આવી રહી છે અને યોગ્ય પ્રમાણમાં પગલા લેવામાં પણ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકાવાદીઓને રોકવાના તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ જ્યારે સ્થિતિ કંટ્રોલમાં નથી રહેતી ત્યારે એન્કાઉન્ટરનો સહારો લેવો પડે છે.