Site icon Revoi.in

ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પોતાની શાળાઓમાંથી માર્કશીટનું ગુરૂવારથી અપાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા તેમજ GSOS ઉમેદવારોના પરિણામ ગઈ તારીખ 9 મેના રોજ ઓનલાઈન જાહેર કરાયા બાદ હવે આ પરીક્ષાના પરિણામની માર્કશીટ પ્રમાણપત્ર એસ આર તેમજ એનરોલ સર્ટિફિકેટનું બોર્ડ દ્વારા શાળા કક્ષાએ વિતરણ કરવાની જાહેરાત કરાઈ છે જે મુજબ 22 મેને બુધવારે જિલ્લા કક્ષાએથી જિલ્લાની શાળાઓને પરિણામનું વિતરણ કરવામાં આવશે તેમજ 23 મેને ગુરુવારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પરિણામના તમામ સાહિત્યનું વિતરણ શાળા કક્ષાએથી કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ ગત તા. 9મી મેના રોજ ઓનલાઈન જાહેર કરાયા બાદ આ પરીક્ષાની માર્કશીટ વિદ્યાર્થીઓને પોતાની શાળાઓમાંથી 23મીને ગુરૂવારથી શાળાઓમાંથી મળી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે આજે તારીખ 21 મી મેના રોજ બોર્ડમાંથી જે તે જિલ્લા કક્ષાના પરિણામ અને અન્ય સાહિત્યનું વિતરણ બોર્ડ કક્ષાએથી કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ કાલે તારીખ 22 મેને બુધવારે જિલ્લા કક્ષાએ ડીઇઓ કચેરી દ્વારા બોર્ડના પ્રતિનિધિ દ્વારા સામાન્ય પ્રવાહની તમામ શાળાઓને પરિણામ અને અન્ય સાહિત્યનું વિતરણ જિલ્લા કક્ષાએથી કરવામાં આવશે. પરિણામ અને અન્ય સાહિત્યનું વિતરણ તા.23 મેને ગુરુવારે સમયસર કરવાનું રહેશે. અને વિદ્યાર્થીઓને ગુરૂવારે માર્કશીટ મળી જશે.