ક્લીન ઈન્ડિયા અભિયાનઃ સુરતમાંથી 11 હજાર કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્ર કરાયું
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના થવાના અવસરે ‘આઝાદી કા અમૃત્ત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરત જિલ્લામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કરવા માટે અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત 11 હજાર કિલોથી વધારે પ્લાસ્ટિક એકત્ર કરાયું હતું.
ક્લીન ઈન્ડિયા અભિયાન હેઠળ લોકોમાં પ્લાસ્ટીકના વપરાશ અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સુરત શહેર-જિલ્લાના જાગૃત્ત યુવાનો તેમજ તમામ સરકારી અને બિનસરકારી વિભાગોના કર્મચારીઓ સહિત કુલ 10,000 થી વધુ સ્વચ્છતાદૂતોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. આ સેવાભાવી યુવાનોએ 11 હજાર કિલોથી વધારે સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કરીને તેનો નિકાલ કર્યો હતો. તેમજ લોકોને પ્લાસ્ટીકના વપરાશથી દૂર રહેવા માટે અપીલ કરી હતી.