સ્વચ્છ સર્વેક્ષણ 2021- રાષ્ટ્રપતિ કોવિંદે દેશના 342 શહેરોને કર્યા સમ્માનિત ,સતત પાંચમી વખત પ્રથમ ક્રમે ઈન્દોર શહેર
- સ્વચ્છ સર્વેક્ષણ 2021 મા 342 શહેરોનો સમાવેશ
- રાષ્ટ્રપતિ કોવિંદે શહેરોને કર્યા સમ્માનિત
- ઈન્દોર શહેર પ્રથમ નંબરે
દિલ્હીઃ- આજે દેશના 342 સ્વચ્છ શહેરોનું સન્માન દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શહેરોને ‘સ્વચ્છ સર્વેક્ષણ 2021’માં સ્વચ્છ અને કચરા મુક્ત હોવા માટે સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. જેમાં ઈન્દોર શહેરનું સ્થાન પ્રથમ આવ્યું છે.
આ સમગ્ર પુરસ્કારનું આયોજન દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એવોર્ડ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઈન્દોર શહેરને પાંચમી વખત સ્વચ્છ શહેરનું સન્માન મળ્યું છે. આ એવોર્ડ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ કોવિંદે ઈન્દોરના અધિકારીને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ સમય દરમિયાન કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે આ મામલે માહિતી આપી હતી કે, સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 હેઠળ ભારતને કચરો મુક્ત બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, કચરો મુક્ત શહેરોની શ્રેણી હેઠળ પ્રમાણિત શહેરોને પણ આ કાર્યક્રમમાં પુરસ્કૃત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર આપવાની શરુઆત વર્ષ 2016 થી કરવામાં આવી હતી. તે દરમિયાન સર્વેમાં 73 મોટા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મંત્રાલયે કહ્યું કે, “આ વર્ષના સર્વેની સફળતાને આ વખતે નાગરિકો તરફથી મળેલા પ્રતિસાદની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવી છે.” જેમાં 5 કરોડથી પણ વધુ ફીડબેક આવ્યા હતા.