Site icon Revoi.in

વરસાદ આવતા પહેલા તમારા ઘરના ખુણાઓ કરીલો સાફ, નહી તો તમે નોતરી રહ્યા છો મચ્છરજન્ય રોગો

Social Share

હવે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આવી સ્થિતિમાં હવે તમારી હેલ્થને સારી રાખવા તમાપે પ્રી પ્રિપરેશન કરવી જોઈએ ખાસ કરીને ઘરના ટેરેસ કે ગેલેરી કે વાળામાંથી વધારાના પ્લાસ્ટિકના ડબ્બાઓ કે ટાયરો પડ્યા હોય તેને કાઢી ફેંકી દેવા જોઈએ.

આ સાથે જ વરસાદ આવી જાય તે પહેલા ઘરના વાડામાં કે ઘરના એક એક ખુણાઓમાં દવાઓનો છંટકાવ કરી લેવા જોઈએ, કારણ કે અચાનક વસરાદ આવી જતા તમને આ બધુ કરવાનો સમય રહેશે નહી પરિણામે મચ્છર ઘર કરી જાય છએ અને છેવટે ઘરના મેમ્બરોને મચ્છર જન્ય રોગો થવા લાગે છે જો તમે બીમાર પડવા માંગતા નથી આ તૈયારીઓ હમણાથી જ કરીલો.

ઘરના દિવાસ અથવા ખુણાઓ પર જો ગંદકી હોય તો તેને કેરોસીન વડે દૂર કરી દેવી જોઈએ, ઘરમાં જો વાડો કે પછી ગેલેરી હોય ત્યારથઈ તમામ નકાનમી વસ્તુઓ કે વધારાની વસ્તુઓ હટાવી લેવી જોઈએ નહી તો તેમા મચ્છરોના વાસ થી જશે.

મચ્છરોને ફૂદીનાની સુંગધ  બિલકુલ પસંદ નથી. તમે ઘરના દરેક ખૂણામાં ફુદીનાનું તેલ લગાવો. અથવા જો તમે ઇચ્છો તો તેને ડિફ્યુઝરમાં પાણીમાં મિક્સ કરીને મૂકી દો. જ્યારે તેની સુગંધ રહેશે ત્યાં સુધી મચ્છર દેખાશે નહીં.

લીમડાના  તેલની સુગંધ પણ સારી છે અને તે એન્ટિસેપ્ટિક, એન્ટિમાઇક્રોબાયલ અને બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે. તે એક અસરકારક જંતુનાશક પણ છે. તેની મજબૂત સુગંધ મચ્છરોને દૂર રાખે છે. એટલું જ નહીં આ તેલને મચ્છર કરડવા પર લગાવવાથી ખંજવાળ પણ મટે છે. આ તેલનો ઘરના ખુણામાં સ્પ્રે પણ કરી શકો છો.

 લીમડાના પાનને ઘરના બારી બારણા તમામ એર આવે તેલી જગ્યાઓ પેક કરીદો ત્યાર બાદ કડવા લીમડાના લીલા પાનને એક પતરાના તગારા કે વાસણમાં લો તેમાં મીટ્ટીનું તેલ નાખીને ઘૂમાડો ઘરમાં ફેલાવો અને ત્યા સુધી તમે ઘરની બહાર જતા રહો, આ ઘૂમાડો કડવો હોવાથી મચ્છરો ભાગે છે અને ઘરમાં હશે તે મરી જશે સાથે જ ઘરમાં બીજા જીવ જંતુઓનો નાશ થશે, આ ઘૂમાડો કરતા વખણે છાણા પણ અંદર નાખીદો.