સુરતઃ દેશના સ્વચ્છ શહેરોમાં સુરત શહેરનો પણ સમાવેશ થાય છે. શહેરને સ્વચ્છ બનાવવા માટે સમયાંતરે ઝૂબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ઉપરાંત લોકોમાં સ્વચ્છતા અંગે સ્વયંભૂ જાગૃતિ આવે તે માટે પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. દરમિયાન મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગત 3જી ડિસેમ્બરથી શહેરના તમામ ઝોન વિસ્તારમાં આવેલા સ્લમ અને સ્લમ લાઇક વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાજેતરમાં સેનિટેશન, વી.બી.ડી.સી., ડ્રેનેજ, લાઈટ, રોડ વિગેરે વિભાગ સાથે મળી રોડ સફાઈ, ડ્રેનેજ સફાઈ, ફૂટ-પાથ/લાઈટ રિપેરિંગ જેવી સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી.
સુરત શહેરના કુલ નવ એરિયામાં કુલ 500 જેટલાં સફાઈ કામદાર/બેલદાર, 30 સુપરવાઈઝર, ૫૨ વાહનો દ્વારા અંદાજીત 32.50 મે.ટન જેટલો કચરો એકત્રીત કરી, વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 6294 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત મ્યુનિ. દ્વારા 54 વેજીટેબલ માર્કેટ, 35 GVP ખાતે કુલ 89 CCTV કેમેરા દ્વારા રોજેરોજ કચરો ફેકનારનું મોનીટરીંગ કરી પેનલ્ટી કરવામાં આવે છે. તેમજ કેટલાક સ્લમ વિસ્તારમાં જરૂર જણાતા બે વખત સફાઈ કામદાર અને ડોર ટુ ડોર ગાડી મોકલી સફાઈ અને કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સેન્ટ્રલ ઝોન દ્વારા રાણી તળાવ, વાકી બોરડી એરિયામાં 70 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 10 વાહન સાથે સફાઈ કરી 3.5 મે.ટન કચરો એકત્રિત કરી 150 સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 1130 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના વરાછા-એ ઝોન દ્વારા હળપતિવાસ, સારોલી એરિયામાં 45 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 04 વાહન સાથે સફાઈ કરી 2.2 મે.ટન કચરો એકત્રિત કરી અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 155 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. વરાછા-બી ઝોન દ્વારા રામનગર હળપતિવાસ, ઉત્રાણ એરિયામાં 70 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 06 વાહન સાથે સફાઈ કરી 2.7 મે.ટન કચરો એકત્રિત કરી 60 સ્કે.મી. ફૂટપાથ,115 સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 683 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના રાંદેર ઝોન દ્વારા રાખલ નગર, ભાઠા એરિયામાં 46 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 04 વાહન સાથે સફાઈ કરી 0,7 મે.ટન કચરો એકત્રિત કરી 50 સ્કે.મી. ફૂટપાથ, 65 સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 220 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી. કતારગામ ઝોન દ્વારા ગૌતમનગર, ફુલપાડા એરિયામાં ૨૬ જેટલા સફાઈ કામદાર/બેલદાર, ૦૬ વાહન સાથે સફાઈ કરી ૧.૭ મે.ટન કચરો એકત્રીત કરી અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા ૨૪૮ જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ઉધના-એ ઝોન દ્વારા પાંડેસરા હાઉસિંગ, પાંડેસરા એરિયામાં 61 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 07 વાહન સાથે સફાઈ કરી 5.8 મે.ટન કચરો એકત્રિત કરી ફૂટપાથ, 86 સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 918 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી. તેમજ ઉધના-બી ઝોન દ્વારા તલગપુર બસ સ્ટોપ, તલગપુર એરિયામાં 34 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 03 વાહન સાથે સફાઈ કરી 4.5 મે.ટન કચરો એકત્રીત કરી ફૂટપાથ 10 સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા 311 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત અઠવાઝોન દ્વારા અંબાનગર, કઠોદરા એરિયામાં 54 જેટલા સફાઈ કામદાર/બેલદાર, 09 વાહન સાથે સફાઈ કરી 1.8 મે.ટન કચરો એકત્રીત કરી ફૂટપાથ 32 સ્કે.મી., 54 સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા ૭૯૨ જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.