Site icon Revoi.in

રાજયમાં 2044 રસ્તાઓ, 711 માર્કેટ, 3049 કોમર્શીયલ વિસ્તાર અને 5078 રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ

Social Share

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજથી તા.17 સપ્ટેમ્બર, 2024થી તા. 31 ઓક્ટોબર, 2024 સુધી “સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.

થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં કુલ 89016થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ 958175 કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં 222 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી 215 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે.

રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 2220 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી. રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કુલ 2044 મુખ્ય રસ્તાઓ, 711 માર્કેટ વિસ્તાર, 3049 કોમર્શીયલ વિસ્તાર, 5078 રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 744 બ્લેક સ્પોટની સાફ સફાઈ હાથ ધરવામાં આવી. રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 206 રેડ સ્પોટ(પાનની પિચકારી) 202 યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી. વધુમાં, રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવેલ કુલ 1584 કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી. રાજયની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ 80થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું.