- સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું
- બસ સ્ટેશનથી આ અભિયાન કારાયું શરૂ
- બે મહિના સુધી આ અભિયાન હાથ ધરાશે
રાજકોટ: ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા મારૂ ગામ સ્વચ્છ ગામના સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેશોદના ડે. કલેકટર, ડેપો મેનેજર સહીત ભારત વિકાસ પરિષદ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં બે મહીના સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.જેના ભાગરૂપે કેશોદના બસ સ્ટેશનથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના હોદ્દેદારો દ્વારા બસ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરી શહેરીજનોને સ્વચ્છતા જાળવી મારૂ ગામ સ્વચ્છ ગામના સંકલ્પ સાથે સાથ સહકાર આપવા અપીલ કરી હતી.
જો કે સ્વચ્છ ભારતનું અભિયાન પણ વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને તે બાદ દેશના અનેક રાજ્યો, શહેરો અને જિલ્લાઓમાં સ્વચ્છતા જોવા મળી રહી છે.