Site icon Revoi.in

તમારા બાળકના સ્વાસ્થ્ય માટે તેની વોટર બોટલ સમાયંતરે સાફ કરવી જરુરી, જાણીલો બોટલને સાફ કરવાની આ સરળ ટિપ્સ

Social Share

સાહિન મુલતાનીઃ-

 

 

આપણે આપણા બાળકોને સ્કુલ જતા વખતે પાણીની બોટલ ઘરેથી આપતા હોય છે જો કે આ બોટલ રોજ સાફ કરવી જોઈએ નહી તો બાળકનું આરોગ્ય બગડી શકે છે, વધારે પડતું પાણી રહેવાથઈ બોટલમાં ચીકાશ જામ થાય છે પરિણામે તે બીમારી નોતરે છે આવી સ્થિતિમાં બાળકની બોટલ સમયે સાફ થાય તે જરુરી છે.

જો આ બોટલને વોશ કરપવામાં નથી આવતી તો તેમાં ચીકાશ જામી જાય છે, મોટા ભાગની બોટલોમાં હંમેશા પાણી ભર્યું રહેવાથી તેમાં એક અલગ પ્રકારની સ્મેલ આવવી તથા અંદરના ભાગમાં ચીકાશ જામવા જેવી ફરીયાદ રહેતી હોય છે, બોટલ આપણે આમ તો અવાન નવાર ઘોતા રહેતા હોઈએ છીએ પરંતુ શું તમે અંદરથી બરાબર બોટલ સાફ કરો છો? ઘણી વખત કરતા પણ હશો તો વધુ મહેનત પડતી હશે, તો ચાલો આજે જાણીએ બોટને અંદરની ક્લિન કરવાની સરળ રીત .

પાણીની બોટલ દર અઠવાડિયામાં 2 વખત બરાબર સમય કાઢીને ધોવી જોઈએ, વધારે પડતું એકનું એક પાણી પીવાથી બીમાર થવાની શક્યતાઓ રહે છે,જેથી પાણીની બોટલમાં પાણી ભરીને રાખી મૂકવું જોઈએ નહી, વધારે સમય સુધી વોટર બોટલમાં જો પાણ રહે છે તો એક પ્રકારની દૂર્ગંઘ પણ આવે છે જેથી બોટલને સરખી સાફ કરવી જોઈએ.

 

 

નોંધઃપાણીની બોટલ ઘોયા બાદ તેને ઊઁઘી રાખીને કોરી થવા દેવી ત્યાર બાજ નવું પીવાનું પાણી ભરવું જેનાથી બોટલ ક્લિન રહે છે.