Site icon Revoi.in

દેશભરમાં હવામાનમાં પલટોઃ- દિલ્હી સહીતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ

Social Share

દિલ્હીઃ- હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે તેની વચ્ચે કોરોનાની સ્થિતિ પણ વણસી રહી છે તો બીજી તરફ ગઈકાલથી જ વાતાવરણમાં ફેરફાર નોંધાયો હતો. ત્યારે હવે ગુરુવારની સવારથી જ દેશના કેટલાક વિસ્તારોમાં અત્યંત વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અચાનક વાતાવરણમાં પલટો આવતા કેટલી ક જગ્યા છે વરસાદી ઝાપટા પણ પડ્યા છે.

ખાસ કરીને દેશની રાજધાની નવી દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા શહેરોમાં ઠંડીમાં વધારો નોંધાયા છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે પણ તાપમાનનો પારો નીચી સપાટીએ પહોંચી ગયો છે.

આ બાબતને લઈને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર ભારતના અનેક શહેરોમાં વરસાદની સંભાવના છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં આજે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. તે જ સમયે, જો આપણે મહત્તમ તાપમાન વિશે વાત કરીએ, તો તે 20 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેશની રાજધાની દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ, હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા, ચંદીગઢ, જમ્મુ, પંજાબ અને હરિયાણાની રાજધાની સહિત અન્ય ઘણા શહેરોમાં વરસાદની સંભાવના છે. હવામાનમાં આ ફેરફારનું કારણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર તરફ આગળ વધી રહ્યું છે અને તેની અસર ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારત પર પડી રહી છે.

ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ અહી વાતાવરણમાં ઠીડી પ્રસરી છે, સાથે સવારથી જ વાતાવરણ વાદળછાયું છે તો અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઝરમર વરસાદ પણ પડ્યો હતો.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જીણો વરસાદ નોંધાયો છે તો સાથે હાલ પણ વાતાવરણ અત્યત વરસાદ જેવું જોવા મળી રહ્યું છે.