Site icon Revoi.in

ગુજરાતમાં વાદળછાયું વાતાવરણઃ કેટલાક જિલ્લાઓમાં ઠંડા પવન ફુકાયા

Social Share

અમદાવાદઃ- સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, આજે વહેલી સવારથી જ વરસાદ છાયું વાતાવરણ જોવા મળી સહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે, રાજ્યના અનેક જીલ્લાઓમાં ઠંડો પવન ફુંકાઈ રહ્યો છે તો કેટલાક જીલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુને પગલે ઘરે-ઘરે બીમારીના ખાટલા જોવા મળે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે,તો બીજી તરફ મહાનગર અમદાવાદ અને ગાંઘીનગરના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવે એવી શક્યતા છે. આ સાથે જ સમગ્ર રાજ્યમાં 32થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે વાવાઝોડા અને કમોસમી વરસાદની શંકાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે લોકોએ કાળઝાળ ગરમીમાં રાહત મેળવી હતી.

આવનાર ત્રણ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં આ વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે,રાજ્યના અનેક જીલ્લાઓમાં વાવાઝોડાની આગાહી વચ્ચે દાહોદ અને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. બીજી તરફ સુરત જીલ્લાનમા કેટલા વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને નવસારી સહિતના વિસ્તારમા માવઠૂં પણ પડ્યું છે, જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે વહેલી સવારથી ગીર સોમનાથ જીલ્લા સહીતમાં નરસાદી વાતાવરણ સર્જાઈ રહ્યું છે, જેને લઈને આ વિસ્તારોમાં પણ વરસાદના માવઠાની શક્યતાઓ છે. કમોસમી વરસાદના કારણે જગતના તાત ખેડૂતો ચિંતામાં મૂકાયા છે