Site icon Revoi.in

હવામાનમાં પલટો – દિલ્હી સહીતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Social Share

દિલ્હી – સમગ્ર દેશના કેટલાક રાજ્યોમાં હગવામાનમાંમ પલટો જોવા મળ્યો છે, જેમાં દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણ ફરી એકવાર વાદળછાયું બન્યું છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટા ભાગનાવિસ્તારોમાં વર્તમાન પશ્ચિમી ખલેલની અસર સમાપ્ત થઈ ચૂકી છે.તો તે જ સમયે,બીજી તરફ પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વાવાઝોડા અને ઠંડા પવનની સાથે વાજગીજની શરૂઆત થઈ ચૂકી છે, જે દિવસદરમિયાન રહેવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ પંજાબ, ચંદીગ,રાજસ્થાન, હરિયાણા, બિહાર, યુપી, ગંગાય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વાવાઝોડા અને વાજગીજ સાથે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે એલર્ટ જારી કર્યું છે.

આ સાથે જ મહારાષ્ટ્ર, છત્તીસગ, ઓડિશા, કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં પણ વાવાઝોડાને લઈને સાવચેતી રહેવા જણાવ્યું છે. દરમિયાન, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિળનાડુમાં પણ કેટલાક ભાગોમાં હળવા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરાખંડ, હિમાચલ સહિતના પર્વતીય રાજ્યોમાં પણ બરફવર્ષા અને વરસાદની સંભાવના છે. સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર ઉત્તર પાકિસ્તાન અને તેની બાજુમાં જમ્મુ-કાશ્મીરની નજીક એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહી છે, જે મેદાનોને પણ અસર કરી રહી છે.બીજી તરફ હરિયાણામાં વીજળી પડવાથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,વિતેલી સાંજથી વરસાદ પડવાની સાથે દિલ્હીનું વાતાવરણ ઠંડુ જોવા મળી રહ્યું છે.

સાહિન-