- ઉત્તરભારતમાં હવામાનમામ પલટો
- ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ
દેશભરમાં જ્યા ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યા દેશના કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, અચાનક હવામાનમાં પલટો આવતા વિતેલા દિવસે રાજધાની દિલ્હીમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં બરફના કળા પણ પડ્યા હતા જેને લઈને વાતાવરણ ઠંડુ બન્યું છે ત્યારે આજ ઉત્તરભારતમાં વાતાવરણમાં પલટો આવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે એક સપ્તાહ સુધી લોકોને ગરમીમાં રાહત મળશે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત તો મળી પરંતુ તે ઘણા લોકો માટે જીવલેણ પણ સાબિત થઈ. યુપી, હરિયાણા, હિમાચલમાં પણ 10 થી વધુ લોકોના મોતના સમાચાર આવ્યા છે. 6 મેના રોજ દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બને તેવી શક્યતા છે. આ પછી તે વધુ સક્રિય થશે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને ચક્રવાતનું રૂપ લઈ શકે છે.
આ રાજ્યોમાં પડશે વરસાદ
ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગાણા, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઉત્તર પૂર્વના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
આ ચક્રવાતની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઉત્તર પૂર્વના રાજ્યોમાં જોવા મળી શકે છે. અહીં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. 6 મેના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ચક્રવાતની અસર જોવા મળી શકે છે. અહીં પણ જોરદાર પવનની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ એ 6 મેના રોજ ચક્રવાતની આગાહી જાહેર કરી છે. આ ચક્રવાતને આસાની કહેવામાં આવશે. આ નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે. જો આ ચક્રવાત આકાર લેવામાં સફળ રહે છે, તો આ સતત ત્રીજું વર્ષ હશે જ્યારે ભારતના દરિયાઈ વિસ્તારોમાં વાવાઝોડુ આવશે.
બિહારમાં 24 કલાક દરમિયાન રાજ્યના 10 જિલ્લા સીતામઢી, ગોપાલગંજ, ઔરંગાબાદ, ગયા, શેખપુરા, નાલંદા, જહાનાબાદ, પૂર્વ-પશ્ચિમ ચંપારણ અને શેખપુરામાં વરસાદની સંભાવના છે. અહીં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજરોજ ગ્વાલિયર, રીવા, ચંબલ અને સાગર વિભાગના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, જ્યારે વિસ્તારોમાં આંશિક વાદળછાયું રહી શકે છે.