Site icon Revoi.in

રાજ્યના વાતાવરણમાં પલટો – અમદાવાદ સહીત કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવણ સાથે ઠંડો પવન ફૂંકાયો

Social Share

અમદાવાદઃ- હવામાન વિભાગ  દ્રારા આગામી 2 થી 3 દિવસોમાં દેશભરના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી,આ સાથે જ ગુજરાત રાજ્યમાં પણ આગામી બે દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ હતી ત્યારે હવે હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી છે.આજે બોપર પછી રાજ્યના ઘણા વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી અને વાદળછઆયું વાતાવરણ બન્યું હતું સાથે જ ઠંડા પવન પમ ફૂંકાય રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. આજે સવારે  જૂનાગઢમાં પણ ઝાપટા વરસ્યા હતા,ત્યારે હવે બપોર બાદ અમદાવાદ શહેરમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે.

આ સાથે જ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો જૂનાગઢની સાથે દ્વારકા અને ગીરસોમનાથમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે,હવામાન વિભાગે વરસાદી ઝાપટાની આગાહી કરી છે, ત્યારે હવે વરસાદી માહોલ છવાયો હોય તેવું વાતાવરણ જોઈ શકાય છે, જો વરસાદ લરસે છે તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થવાથી ખેડૂતોમાં ચિતાનો માહોલ છે.