1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં કાપડ માર્કેટે નવા વર્ષનું મૂહુર્ત કર્યું પણ ઘરાકી નિકળવામાં હજુ 15 દિવસ થશે
સુરતમાં કાપડ માર્કેટે નવા વર્ષનું મૂહુર્ત કર્યું પણ ઘરાકી નિકળવામાં હજુ 15 દિવસ થશે

સુરતમાં કાપડ માર્કેટે નવા વર્ષનું મૂહુર્ત કર્યું પણ ઘરાકી નિકળવામાં હજુ 15 દિવસ થશે

0
Social Share

સુરતઃ દેશભરમાં સુરતનો કાપડ ઉદ્યોગ જાણીતો છે. શહેરની કાપડ માર્કેટમાં માત્ર ગુજરાતના જ નહીં પણ અન્ય રાજ્યોના વેપારીઓ પણ કાપડની ખરીદી કરવા માટે આવતા હોય છે. દિવાળી પહેલા કાપડ માર્કેટના વેપારીઓએ સારોએવો કારોબાર કર્યો હતો. અને દિવાળીના પાંચ દિવસના વૅકેશન બાદ લાભપાંચમથી  સુરતની કાપડ માર્કેટો ખુલ્લી ગઈ છે, પરંતુ માર્કેટમાં બહારગામના વેપારીઓની પાંખી હાજરી જણાઇ હતી. બજારમાં પ્રથમ દિવસે સુસ્તીનો માહોલ વર્તાયો હતો. વેપારીઓનું માનવું છે કે, હજુ પખવાડિયા સુધી આવો માહોલ રહેશે. ત્યારબાદ લગ્નગાળાની સીઝન શરૂ થતાં જ ઘરાકી વધશે તે નક્કી છે.

સુરતની વિખ્યાત રીંગ રોડસ્થિત કાપડ માર્કેટો દિવાળીના પાંચ દિવસના વૅકેશન બાદ રાબેતા મુજબ ખુલ્લી ગઇ છે, પરંતુ હજુ સુધી માર્કેટના વેપારીઓ વતનથી પરત ફર્યા ન હોવાથી મોટાભાગની દુકાનોના શટર પડેલા જોવા મળ્યા હતા. વતન પહોંચેલા વેપારીઓ એકાદ સપ્તાહમાં માર્કેટમાં પરત ફરે તેમ છે. માર્કેટને રાબેતા મુજબ થતા સપ્તાહથી વધુનો સમય
લાગે તેમ છે. એટલે કે,પ્રોસેસીંગ હાઉસોને ધમધમતા દસેક દિવસનો સમય લાગે તેમ હોવાનું મિલ માલિકોનું કહેવું છે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના કહેવા મુજબ કાપડની  મિલો ધમધમતા દસેક દિવસનો સમય લાગે તેમ છે. મિલોમાં મોટાભાગે ઉત્તર અને પૂર્વ ભારતના કારીગરો કામ કરે છે. જેઓ દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોની ઉજવણી માટે વતન પહોંચ્યા હોવાથી તેઓને પરત આવતા સમય લાગે તેમ છે. કારીગરો વતનથી પરત ફરે ત્યારબાદ મિલોમાં કામકાજ વેગ પકડશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સુરત શહેરના  વિવીંગ એકમોમાં મોટાભાગે દસથી પંદર દિવસનું વૅકેશન છે. જેના વિવીંગ એકમોમાં મોટાભાગે ઓરિસાવાસી કારીગરો છે. કારીગરો સુરતથી દૂર વતન તહેવારોની ઉજવણી માટે જાય છે ત્યારે મોટાભાગના કારીગરો પંદરથી વીસ દિવસે પરત ફરતા હોય છે. ઘણા કિસ્સામાં કારીગરો એકાદ મહિને પરત ફરતા હોય છે. વિવીંગ એકમોને શરૂ થતાં હજુ દશથી બાર દિવસનો અને ત્યારબાદ રાબેતા મુજબ થતાં બીજા સપ્તાહનો સમય લાગે તેમ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code