ચોમાસામાં ઘરેલુ સ્ત્રીઓને જો સૌથી મોટી તકલીફ પડતી હોય તો તે છે કે કપડા સુકવવાની, જ્યારે વરસાદ હોય ત્યારે તો કપડા સુકાય નહી પણ વરસાદ ન હોય ત્યારે ભેજવાળું વાતાવરણ કપડાને સુકાવા દે નહીં. અને કપડામાંથી દુર્ગંધ આવે તે અલગથી. તો આવામાં દરેક સ્ત્રીઓએ આ ઉપાયને ટ્રાય કરવો જોઈએ.
સિલિકોન પાઉચનો ઉપયોગ કરવામાં આવે તો તે કપડામાંથી આવતી ગંધને શોષી લે છે. વરસાદમાં કપડાને સુકવતા પહેલા તેમા સિલિકોન પાઉચ રાખો.
આ ઉપરાંત કપડા સુકવવા હેંગર્સનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે કપડાને હમેશા હેંગર અથવા દોરડા પર સૂકવો. તેનાથી કપડા જલ્દી સુકાશે.
આ વાત જાણીને તમને નવાઈ લાગશે કે લીંબુ કપડાંમાં સુગંધ લાવી શકે છે અને તમે વરસાદમાં કપડામાંથી આવતી દુર્ગંધને પણ સરળતાથી દૂર કરી શકો છો. કપડા ધોતી વખતે પાણીમાં લીંબુના થોડા ટીપા નાખો.