- દેહરાદૂનમાં ફાટ્યું વાદળ
- એસડીઆરએફની ટીમ કાર્યમાં જોતરાઈ
દહેરાદૂનઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે પહાડી વિસ્તારોમાં વરસાદને લઈને ઘણુ નુકશાન થી રહ્યું છે આવી સ્થિતિ વચ્ચે વિતેલી રાત્રે ઉત્તરાખંડમાં ભારે વરસાદ થયો હકતો. દહેરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે
પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાખંડમાં, સ્થાનિક લોકોએ દેહરાદૂન જિલ્લાના રાયપુર બ્લોકના સરખેત ગામમાં વિતેલી રાત્રે અંદાજે 2.45 વાગ્યે વાદળ ફાટવાની ઘટનાની જાણ કરી. ઘટનાની જાણ થતાની સાથે જ એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગામમાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવાયા છે. કેટલાકે નજીકના રિસોર્ટમાં આશરો લીધો હતો. SDRFની ટીમો દેહરાદૂનના રાયપુર બ્લોકના સરખેત ગામમાં બચાવ કાર્યમાં હાલ પણ જોતરાયેલી જોવા મળે છે.
ગઈકાલથી અવિરત વસરી રહેલા વરસાદને કારણે, દેહરાદૂનના પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે વહેતી તમસા નદીમાં વધારો થયો છે, જેના કારણે માતા વૈષ્ણો દેવી ગુફા યોગ મંદિર અને ટપકેશ્વર મહાદેવ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. મંદિરના સ્થાપક આચાર્ય બિપિન જોશીએ જણાવ્યું હતું કે, ” ભગવાનની કૃપાથી અત્યાર સુધી, કોઈ જાન-માલનું નુકસાન થવા પામ્યું નથી.
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે, આજે સવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરમાં માતા વૈષ્ણો દેવી મંદિર વિસ્તાર નજીક અચાનક પૂર આવ્યું. ભારે વરસાદ અને અચાનક પૂરને જોતા માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની અવરજવર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે.આ સાથે જ નીચે આવતા તીર્થયાત્રીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોલીસ અને CRPFને પહેલેથી જ જાણ કરવામાં આવી છે. અને ટીમ તૈનાત કરવામાં આવી છે. સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે