દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરના મહામારીનો કામનો કરી રહ્યાં છે. તેમજ અમેરિકા અને ચીન જેવા દેશોએ ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધ્યું છે. દરમિયાન આગામી જુલાઈ મહિનામાં યોજાનારા ટોકિયો ઓલીમ્પીકને લઈને શંકાના વાદળો ઘેરાયાં છે. વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે ટોકીયો ઓલીમ્પીક રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ ઓલીમ્પીક રદ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના સંક્રમણના કારણે 2020નો ટોકીયો ઓલીમ્પીક રદ કરવો પડયો હતો. આ જુલાઈથી રદ થયેલો ખેલ મહોત્સવ યોજવા તૈયારી કરાઈ રહી છે જો કે, જાપાનમાં પણ કોરોનાની ચિંતા યથાવત છે. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે પણ ઓલીમ્પીક ખેલકુદ મહોત્સવ રમી શકાય તેવી સ્થિતિ નથી. જાપાન સરકારે હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી પરંતુ તા.23 જુલાઈથી શરુ થનારા આ મહોત્સવમાં આગળ વધવા અંગે પણ સંદેહ છે. જો કે ઓલીમ્પીક રદ કરવાની કે રીશેડયુલ કરવાની કોઈપણ જાહેરાત ઓલીમ્પીક કમીટી જ કરશે અને પછી હવે ટોકીયોમાં ઓલીમ્પીક હાલ યોજાય તેવી શકયતા નથી. જાપાન ફરી 2032માં ઓલીમ્પીકનું યજમાન બની શકશે. જાપાનમાં હાલમાં જ એક સર્વેમાં 80% લોકોએ આ ખેલકુદ મહોત્સવ હાલ રદ કરવાનું પસંદ કર્યુ છે.