Site icon Revoi.in

અમદાવાદમાં વાદળછાંયા વાતાવરણને લીઘે મચ્છરજન્ય રોગચાળો વકર્યો

Social Share

 અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાંયા અને ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. સરકારી હોસ્પિટલો, મ્યુનિ.ના હેલ્થ કેન્દ્રો, ખાનગી દવાખાનાઓમાં તાવ, ઝાડા-ઊલટી, સહિતના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યૂના 164  અને ચિકનગુનિયાના 19 કેસ નોંધાયા છે.મચ્છરના ઉપદ્રવ અંગે મ્યુનિના આરોગ્ય વિભાગને 26 હજારથી વધુ ફરિયાદ મળી છે. શહેરના સાત વોર્ડમાં કોલેરાના 16 કેસ પણ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં વાદળછાંયા વાતાવરણ તેમજ સમયાંતરે પડતા વરસાદના ઝાપટાંને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે, શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગના કેસની સંખ્યામા સતત વધારો થઈ રહયો છે. આરોગ્ય વિભાગ તરફથી સરકારી,ખાનગી મિલકત ઉપરાંત બાંધકામ સાઈટ ઉપર મચ્છરના ઉપદ્રવને લઈ તપાસ કરાતી હોવાના આંકડા જાહેર કરાય છે. આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ ઉપર મચ્છરના ઉપદ્રવ અંગે દસ દિવસમાં કુલ મળીને 26,137  ફરિયાદ વિવિધ વિસ્તારના નાગરિકો દ્વારા આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી.શહેરના દાણીલીમડા,ગોતા, લાંભા ઉપરાંત ઈન્દ્રપુરી, રામોલ-હાથીજણ, વટવા અને રાણીપ વોર્ડમાં કોલેરાના કેસ નોંધાયા છે.મેલેરિયાના 58, ઝેરી મેલેરિયાના 8 કેસ નોંધાયા છે. પાણીજન્ય એવા ઝાડા ઉલટીના 382 , કમળાના 178 , ટાઈફોઈડના 304  કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પુરા પાડવામાં આવતા પાણીના લેવામા આવેલા સેમ્પલ પૈકી  251 પાણીના સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.  જ્યારે 102 પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.

#AhmedabadHealth #CholeraCases #DengueFever #Chikungunya #MosquitoBorneDiseases #PublicHealth #WaterborneDiseases #MunicipalProblems #HealthCrisis #AhmedabadNews #DiseaseOutbreak #HealthEmergency #MosquitoControl #CityHealthUpdate #PublicSafety #DiseasePrevention #AhmedabadUpdates