- દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ
- દેશના મોટાભાગના ભાગોમાં લૂ થી રાહત
- આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે છે.હવામાન વિભાગે દિવસ દરમિયાન આંશિક વાદળછાયું આકાશ અને તેજ પવન અને ઝરમર ઝરમર વરસાદ સાથે ધૂળની ડમરીઓની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગએ કહ્યું કે,દિલ્હીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.
દિલ્હીમાં સવારે 8 વાગ્યે સાપેક્ષ ભેજનું પ્રમાણ 61 ટકા નોંધાયું હતું. દિલ્હીમાં રવિવારે મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે છે.સમયાંતરે હળવા વરસાદ અને ગાજવીજની ગેરહાજરીમાં દિલ્હીના લોકોએ એપ્રિલ મહિનામાં ત્રણ વખત લૂ ચાલવાનો સામનો કરવો પડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી 5 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અલગ-અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે ખૂબ જ વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. IMDના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લૂ ની સ્થિતિ જારી રહેવાની ધારણા છે જ્યારે 2 થી 4 મે દરમિયાન હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં છૂટાછવાયા સ્થળોએ ધૂળની ડમરીઓ અથવા તોફાન આવવાની સંભાવના છે.
2 મેના રોજ ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ-સિક્કિમના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.વિભાગે 2 અને 3 મેના રોજ અરુણાચલ પ્રદેશ પર,2-4 મે દરમિયાન આસામ-મેઘાલય અને નાગાલેન્ડ-મણિપુર-મિઝોરમ-ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે.વિભાગના જણાવ્યા અનુસાર 3 મેના રોજ આસામ-મેઘાલય અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે.