Site icon Revoi.in

CM અરવિંદ કેજરીવાલે સિનેપ્રેમીઓને આપી ભેટ,દિલ્હીમાં ટેક્સ ફ્રી થઈ રણવીર સિંહની ફિલ્મ ’83’

Social Share

દિલ્હી:રણવીર સિંહની આગામી ફિલ્મ ’83’,જેમાં તે પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે,તેને જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ વચ્ચે દિલ્હીના લોકો માટે એક સારા સમાચાર છે, જે તેમને દિલ્હી સરકાર તરફથી મળ્યા છે. જ્યાં એક તરફ દર્શકો આ ફિલ્મ જોવા માટે ઉત્સુક છે, તો બીજી તરફ આ બહુપ્રતિક્ષિત ફિલ્મ ’83’ને રાજધાનીમાં દિલ્હી સરકારે ટેક્સ ફ્રી જાહેર કરી છે.

દિલ્હી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે,કપિલ દેવની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા વર્લ્ડ કપની જીતને દર્શાવતી બોલિવૂડ ફિલ્મ 83ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી સરકારની આ જાહેરાત બાદ ફિલ્મની પ્રોડક્શન કંપનીમાંથી એક રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ખૂબ જ ખુશ છે.

રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાનો આભાર માન્યો છે. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે તેના ટ્વિટમાં લખ્યું- અરવિંદ કેજરીવાલ જી અને મનીષ સિસોદિયા જી, દિલ્હીમાં ફિલ્મ 83 ટેક્સ ફ્રી કરવા બદલ આભાર. તમારું પગલું અમને ભારતની સૌથી મોટી જીતની વાર્તાને વિશાળ પ્રેક્ષકો સુધી લઈ જવા સક્ષમ બનાવશે.

કબીર ખાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં એક કરતાં વધુ અનુભવી કલાકારો છે, જેમણે ક્રિકેટર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત પંકજ ત્રિપાઠી, દીપિકા પાદુકોણ, એમી વિર્ક, હાર્ડી સંધુ, ચિરાગ પાટીલ, તાહિર રાજ ભસીન જેવા ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.