Site icon Revoi.in

દિલ્હીમાં એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું,હવે મેટ્રો પણ રહેશે બંધ

Social Share

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. હવે દિલ્હીમાં આવતા સોમવારે સવારે પાંચ વાગ્યા સુધી લોકડાઉન રહેશે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં લોકડાઉન એક સપ્તાહ માટે વધારવામાં આવી રહ્યું છે. આવતા સોમવારે સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન અમલમાં રહેશે. દિલ્હીમાં આવતીકાલથી મેટ્રો બંધ રહેશે.

કેજરીવાલે કહ્યું કે, 26 એપ્રિલથી દિલ્હીમાં કોરોના કેસ ઘટવા લાગ્યા છે અને છેલ્લા એક કે બે દિવસમાં પોઝિટિવિટી દર 35% થી 23% પર આવી ગયો છે.

સીએમ કેજરીવાલે સતત ત્રીજી વખત લોકડાઉન વધાર્યું છે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા સિવાય કોઈને પણ બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તારીખ 17 મેના રોજ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન અમલમાં રહેશે.

અધિકારીઓનું કહેવું છે કે, આ દરમિયાન સરકાર સંક્રમણના કેસોની સમીક્ષા કરશે. પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો લોકડાઉન પણ આગળ વધારી શકાય છે. લોકડાઉન વધારવાની માહિતી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં લોકડાઉન એક સપ્તાહ માટે વધારવામાં આવી રહ્યું છે.