1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યોએ અયોધ્યામાં રામલ્લાના કર્યા દર્શન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યોએ અયોધ્યામાં રામલ્લાના કર્યા દર્શન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યોએ અયોધ્યામાં રામલ્લાના કર્યા દર્શન

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી પટેલે દર્શન કર્યા બાદ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યા મંદિરમાં રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા દેશના આ અમૃતકાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બની છે, તેનું શ્રેય નરેન્‍દ્રભાઈ મોદીને જાય છે.

અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ અલગ-અલગ દિવસે દેશનાં જુદાં-જુદાં રાજ્યોનાં મંત્રીમંડળ સભ્યો અયોધ્યા દર્શનાર્થે જઈ રહ્યાં છે. ત્યારે શનિવારે સવારે 8.45 વાગ્યે મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થયાં હતાં.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ અયોધ્યા પહોંચ્યા હતા.. અયોધ્યાના એરપોર્ટ પર મુખ્યમંત્રી સહિત મંત્રીઓનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં મંત્રીમંડળના સભ્યો, તથા વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત તમામે રામ મંદિર જઈને રામલલ્લાનાં ભક્તિભાવ પૂર્વક દર્શન-અર્ચન કરી શિશ ઝૂકાવ્યું હતું.  મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ ક્ષણને સૌભાગ્ય પૂર્ણ અને ભાવુક ગણાવીને જણાવ્યું હતું. કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યા મંદિરમાં રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા દેશના આ અમૃતકાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બની છે તેનું શ્રેય નરેન્‍દ્રભાઈ મોદીને જાય છે. મુખ્યમંત્રી સહિત મંત્રીત્રંડળના સભ્યો શંકર ચૌધરી સાથે  લખનઉંના બનાસ ડેરી પ્લાન્ટની મુલાકાતે પણ ગયા હતા.

અયોધ્યા રામમંદિરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને કેસરી ખેસ પહેરાવી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ અયોધ્યા રામમંદિરમાં દર્શન-પૂજન બાદ પોતાના પ્રતિભાવ પ્રચાર માધ્યમો સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નરેન્‍દ્રભાઈ મોદીના યશસ્વી નેતૃત્વમાં પ્રાચીન પાવન નગરી અયોધ્યામાં ભગવાન શ્રીરામની અલૌકિક પ્રાણ પ્રતિષ્ઠાએ દેશમાં નવા કાળચક્રના ઉદભવનો ઉદઘોષ છે. એટલું જ નહીં, આવનારા હજારો વર્ષોમાં રામરાજ્યની સ્થાપનાનાં સંકલ્પ સાથે ભારતની દૃષ્ટીનું, દર્શનનું અને દિગ્દર્શનનું મંદિર આ રામમંદિર બન્યું છે. સાચા અર્થમાં આ મંદિર રાષ્ટ્ર ચેતનાનું અને રાષ્ટ્રનાં નવ જાગરણનું મંદિર છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રભુ શ્રીરામના દર્શન કરીને તેમણે ભગવાનને પ્રર્થના કરી છે કે, ગુજરાત સહિત સૌ દેશવાસીઓનું સ્વાસ્થ્ય સુખમય રહે અને વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત જે વિકાસની નવી ઉંચાઈઓ સતત સર કરી રહ્યું છે તે વિકાસયાત્રા આવનારા દિવસોમાં પણ પ્રભુ શ્રીરામની કૃપાથી તેમના નેતૃત્વમાં વધુ આગળ ધપતી રહે. દરેક હિન્‍દુનો સંકલ્પ હતો કે, અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જ જોઈએ. પ્રભુ શ્રીરામજીની કૃપાથી આવા ઐતિહાસિક મંદિરનું ભૂમિપૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા બન્ને પવિત્ર કાર્યનું સૌભાગ્ય વડાપ્રધાનને પ્રાપ્ત થયું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code