Site icon Revoi.in

સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં શ્રમિક અન્નપુર્ણ યોજનાના કાર્યક્રમમાં આપી હાજરી, ભોજન વિતરણ કેન્દ્રોનો શુભઆરંભ કરાવ્યો

Social Share

અમદાવાદઃ આજરોજ અમદાવાદના સિંઘુભવન ખાતેના મહત્વના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા તેમણએ અમદાવાદ ખાતેથી ૧૭ જિલ્લામાં નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો છે આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપુત પણ હાજર રહ્યા હતા.અને મોટી સંખ્યામાં અનેક ઉદ્યોગ એકમોના વડાઓ અને કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદમાં ૪૯, સુરતમાં ૨૨, ગાંધીનગરમાં ૮, વડોદરામાં ૯, ભાવનગરમાં ૨, જામનગરમાં ૧૦, ભરૂચમાં ૩, મહેસાણા અને રાજકોટમાં ૫-૫, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં ૪-૪, પાટણ અને બનાસકાંઠામાં ૭-૭, નવસારી અને મોરબીમાં ૬-૬ કડીયાનાકા મળી કુલ ૧૭ જિલ્લામાં નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં શ્રમિકો 5 રુપિયા જેવા સામાન્ય કિમંતમાં ભોજન ખાય શકે છે.
હાલ રાજ્યમાં ૧૧૮ કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે,  જેનો ૫૫ લાખથી વધુ શ્રમિકોને લાભ  મળ્યો  છે , રાજયભરમાં નવા 115  કેન્દ્રોનો શુભારંભ થતા બાંધકામ શ્રમિકોને કુલ ૨૭૩ કડીયાનાકા ખાતેથી માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે.