Site icon Revoi.in

CM ભૂપેન્દ્ર પટેલને છત્તીસગઢમાં આયોજીત રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ

Social Share

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છત્તીસગઢના સંસદીય સચીવ સહિતના રાજકીય આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન છત્તીસગઢમાં આયોજીત રાષ્ટ્રીય આદિવાસી નૃત્યુ મહોત્સવમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું હતું. છત્તીસગઢના મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ મોકલ્યું છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે છત્તીસગઢના સંસદીય સચીવે મુલાકાત કરી હતી. સંસદીય સચિવ શકુંતલા શાહુની સાથે ધારાસભ્ય  ઉન્નતિ ગણપત જાંગડેએ મુખ્યમંત્રી સાથે મહત્વની મુલાકાત કરી હતી.

આગામી 28 ઓકટોબરે છત્તીસગઢમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવ યોજાવાનો છે જે કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બધેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નિમંત્રણ મોકલ્યું હતું.

છત્તીસગઢના પાટનગર રાયપુરમાં 28 ઓકટોબરથી 1 નવેમ્બર દરમિયાન 21મો રાજ્યોત્સવ યોજાવાનો છે. દેશના જુદા જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત આદિજાતિ વિસ્તારના પારંપારિક નૃત્ય મહોત્સવમાં રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીને આમંત્રણ આપવાની સાથે આ કાર્યક્રમમાં ગુજરાતના આદિજાતિ કલાકારો મહોત્સવમાં સહભાગી થાય તેવી ઈચ્છા પણ વ્યકત કરી.