- સાયબર સેફ મિશનનો કરાવાયો પ્રારંભ
- સાયબર સેફ ગર્લનું પણ વિમોચન કરાયું
અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે પરંતુ ગુજરાત પોલીસે આધુનિક ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ કરીને સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવાની દિશામાં સુંદર કામગીરી કરી છે. તેમજ સાઈબર ક્રાઈમના ગુનાઓને ડામવામાં પોલીસ સજ્જ છે, તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું હતું.
રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુકેશ ભાઈ પટેલ, અમદાવાદના મેયર કિરીટભાઈ, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું પુસ્તક સાયબર સેફ ગર્લનું પણ વિમોચન કરાયું હતું.
આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આધુનિક જમાનામાં સ્માર્ટ ફોનના વપરાશની સાથે સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધી રહ્યાં છે. તેવા સમયે સમાજમાં આવા ગુનાઓ સામે જન જાગૃતિ જગાવવામાં આ સાયબર સેઇફ મિશન એક સક્ષમ માધ્યમ બનશે. તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓનલાઈન ઠગાઈ સહિતના સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે. આવા ગુનાઓને અટકાવવા માટે સાયબર સેલ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ઓનલાઈન ઠગાઈનો ભોગ બનેલા અનેક લોકોના નાણા પરત અપાવવામાં મદદ કરાઈ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કરનારા તત્વોને પણ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.