મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ આજે પ્રથમ વખત CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે – પીએમ મોદી અને અમિત શાહ સાથે કરશે શુભેચ્છા મુલાકાત
- સીએમ ભૂપેન્દ્રપ પટેલ આજે દિલ્હીની મુલાકાતે
- પીએમ મોદી સહિત અમિત શાહ સાથે કરશે શુભેચ્છા મુલાકાત
અમદાવાદ – તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર ભૂપેનદ્ર ભાઈ પટેલને નિમણૂક કરવામાં આવ્યા હતા ,ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યાના થોડા દિવસો બાદ હવે તેઓ દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે, સીએમ પટેલ આજરોજ દિલ્હી જશે.
મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના નવનિયૂક્ત મુયક્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસના દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા છે. સીએમ દિલ્હીમાં જઈને પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરનાર છે.આ સાથે જ સીએમ પટેલ પ્રધાનમંત્રી સહિત મોવડી મંડળની પણ શુભેચ્છા મુલાકાત કરશે.
જો સીએમ પટેલના શેડ્યૂઅલની વાત કરવામાં આવે તો તેઓ સૌ પ્રથમ આજરોજ 10 વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરશે.ત્યાર પછી તેઓ 12 કલાકે કેન્દ્રીય ગૃહપ્રમંત્રી અમિત શાહ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે.આ કાર્યક્રમ બાદ 4 વાગ્યે સાંજના સમયે તેઓ દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરશે.
સીએમ પટેલ માત્ર જ દિવસના દિલ્હીના પ્રવાસે છે, આ પહેલા વિતેલા દિવસને રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ તેમના નામની ચર્ચાઓ ચારે તરફ દોવા મળી રહી છેસઅચાનક સીએમના પદ માટે તેમની પસંદગી કરતા અનેક લોકો આશ્ચર્ય પામ્યા હતા, જો કે તેઓ પોતાને પણ નહોતી ખબર કે તેઓ મુખ્યમંત્રી બનનાર છે.મુખ્યમંત્રી બન્યા બાદ તેમની અનેક રાજનેતાઓ સાથેની મુલાકાતનો દોર ચાલુ છે.તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યાર બાદ આ પ્રથમ વખતે દિલ્હીના પ્રવાસે છે.