Site icon Revoi.in

મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ દુબઈ એક્સ્પોમાં ભાગ લેવા વિદેશ યાત્રા કરશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી જાન્યુઆરીમાં યોજાવાનીં છે, ત્યારે ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે દુબઈ ખાતે યોજાનારા એક્સ્પોમાં પણ ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં ભાગ લેવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 8-9 ડિસેમ્બરે દુબઈ જશે. દુબઈની આ યાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે રાજીવ ગુપ્તા, પંકજ જોશી તથા અવંતિકા સિંઘ હશે. આ પહેલા દુબઈ એક્સ્પોમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. પરંતુ આ વખતે દુબઈ જઈને એક્સ્પોમાં ભાગ લેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 8-9 ડિસેમ્બરે દુબઈ એક્સ્પોમાં ભાગ લેશે. મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. તેમની સાથે રાજીવ ગુપ્તા, પંકજ જોશી તથા અવંતિકા સિંઘ પણ દુબઈ જશે. ગુજરાતમાં આગામી 10થી 12 જાન્યુઆરી દરિયાન વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેના ભાગરૂપે સીએમ ભુપેન્દ્ર પટેલ દુબઈ પ્રવાસે જઈ રહ્યા છે. અને રોડ શો યોજીને મોટાપાયે રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. દુબઈ એક્સ્પોમાં ઈન્ડિયાનું પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભારતમાં રોકાણ માટે વિવિધ રાજ્યોના અધિકારીઓએ ખાસ સ્ટોલ રાખ્યા છે. આ એક્સ્પોમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશ્વભરના વેપાર ઉદ્યોગકારો, રોકાણકારોને ગુજરાતમાં પોતાનો વેપાર કારોબાર વિસ્તારવા અને ગ્લોબલ બિઝનેસ ડેવલપમેન્ટમાં જોડાવા આહવાન કરશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ દુબઈ એક્સ્પોમાં અધિકારીઓને મોકલવાનો અગાઉ નિર્ણય લીધો હતો. પણ મુખ્યમંત્રી દુબઈ જાય તો વિશ્વના મુડી રોકાણકારોને સમજાવી શકે. અને વધુ રોકાણો થાય તેવા ઉદ્દેશ્યથી હવે મુખ્યમંત્રી પટેલ પણ દુબઈ એક્સ્પોમાં ભાગ લેવા માટે જવાનો નિર્ણય કર્યો છે.