જયપુર – દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે અનેક રાજ્યમાં નેતાઓ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે રાજસ્થાનના સીએમ ગહલોતે આજરોજ સરદારપુરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી .
ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 6 નવેમ્બર છે. છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરનારાઓમાં ભારે ભીડ દેખાવા લાગી છે. રાજસ્થાના સીએમ ઉમેદવારી નોંધાવતા પહેલા ગેહલોત તેમની પત્ની, પુત્રવધૂ અને પૌત્રી સાથે તેમના સંબંધીઓને મળવા અને વડીલોના આશીર્વાદ લેવા તેમના સંબંધીઓના ઘરે પહોંચ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોમવારે જોધપુરની સરદારપુરા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.જોધપુર જિલ્લાની સરદારપુરા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અશોક ગેહલોત 1999 થી સતત આ સીટ જીતી રહ્યા છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં તેમને 63 ટકા વોટ મળ્યા હતા.
આજરોજ તેમણે ઉમેદવારી નોંધાવતા પહેલા તેમની મોટી બહેન વિમલા દેવીને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. ઉમેદવારી પત્ર ભરતી વખતે ગેહલોતની પત્ની અને પુત્ર તેમની સાથે હતા.સીએમએ તેમના ભૂતપૂર્વ પદની માહિતી પણ શેર કરી હતી.
આ સહિત કોંગ્રેસ દ્વારા આજે ઉમેદ સિંહ સ્ટેડિયમમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ભાગ લેશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પર વિધાનસભા ચૂંટણી દરમિયાન નાણાંની ‘ખસેડ’ અને ‘વહેંચણી’ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આરોપ લગાવતા ગહલોતે એમ પણ કહ્યું કે, “દેશમાં પહેલીવાર ચૂંટણી અને EDના દરોડા એકસાથે ચાલી રહ્યા છે. ED આ ચૂંટણીઓમાં ‘ભંડોળની વહેંચણી’ માટે નાણાં ડાયવર્ટ કરી રહી છે અને ભારતના ચૂંટણી પંચે આ મામલે દરમિયાનગીરી કરવી જોઈએ.