1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જગન્નાથજીની રથયાત્રાનું મુખ્યમંત્રીએ સી.એમ ડેશબોર્ડના માધ્યમથી નિરિક્ષણ કર્યુ
જગન્નાથજીની રથયાત્રાનું મુખ્યમંત્રીએ સી.એમ ડેશબોર્ડના માધ્યમથી નિરિક્ષણ કર્યુ

જગન્નાથજીની રથયાત્રાનું મુખ્યમંત્રીએ સી.એમ ડેશબોર્ડના માધ્યમથી નિરિક્ષણ કર્યુ

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની 145મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં અષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કર્યું હતું. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજયના પોલીસ વડા દ્વારા પણ સમગ્ર રથયાત્રા ઉપર નજર રાખવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ અમદાવાદના જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદ વિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોચીને તેમણે સી.એમ. ડેશબોર્ડની વિડિયો વોલ પર આ યાત્રાનું થઇ રહેલું રિયલ ટાઇમ મોનિટરિંગ રસપૂર્વક નિહાળ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે આ ભગવાન જગન્નાથજી,  ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ, ભાવિક ભક્તોની પદયાત્રા તથા યાત્રા રૂટ પર પોલિસ પેટ્રોલિંગ, બંદોબસ્તની ગતિવિધિઓ ઝિણવટપૂર્વક નિહાળી હતી.

આ વર્ષની રથયાત્રામાં રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા 65 મીટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનો જે સફળ પ્રયોગ કર્યો છે. હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની તેમણે સરાહના કરી હતી.

ગુજરાત પોલિસના જે જવાનો કર્મચારીઓ અમદાવાદની આ રથયાત્રામાં સંવેદનશીલ સ્થળો, પોઇન્ટ પર તૈનાત કરાયાં હતા.તેમને પણ પહેલીવાર 2500 જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવેલા છે તેની ગતિવિધિઓ પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી.

અમદાવાદ શહેર પોલિસ અને મહાનગરપાલિકા બેય દ્વારા 100થી વધુ પોઇન્ટ્સ પર કેમેરા ગોઠવીને રથયાત્રાની પળપળની નિગરાની કરવામાં આવી હતી. રથયાત્રામાં  અખાડા-ભજન મંડળીઓ તથા ટ્રક અને યાત્રામાં સામેલ વાહનોનું રિયલ ટાઇમ મોનિટરિંગ જી.પી.એસ. સિસ્ટમથી થયું હતું તે પણ ડેશબોર્ડની વિડિયો વોલ પર જોયુ હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code