1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટના ન્યારી ડેમમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી ઠાલવવા મુખ્યમંત્રીએ આપી સુચના
રાજકોટના ન્યારી ડેમમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી ઠાલવવા મુખ્યમંત્રીએ આપી સુચના

રાજકોટના ન્યારી ડેમમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી ઠાલવવા મુખ્યમંત્રીએ આપી સુચના

0
Social Share

રાજકોટઃ  સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત કેટલાક શહેરોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવી દહેશત છે. ગત વર્ષે સારા વરસાદથી રાજકોટ જિલ્લાના તમામ જળાશયો ભરાય ગયા હતા. આથી 31 જુલાઈ સુધી ચાલે તેટલો જથ્થો રાજકોટના જળાશયોમાં છે. પરંતુ ઓગષ્ટ મહિનામાં પાણીની તંગી સર્જાય તે પહેલા જ મેયર ડો.પ્રદિપ ડવે મુખ્યમંત્રીને સૌની યોજનાથી નર્મદાનું પાણી આપવા પત્ર લખ્યો હતો. મેયરની રજુઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 300 ક્યુસેક નર્મદાનું પાણી ન્યારી ડેમમાં ઠાલવવાની સૂચના આપી દીધી છે. આજે સવારથી જ આ પાણી પહોંચાડવા પમ્પિંગની કામગીરી પણ શરૂ થઈ ગઈ હતી..

સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે સવારથી સૌની યોજના થકી નર્મદાનું પાણી ન્યારી ડેમમાં પહોંચાડવા પમ્પિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજના થકી નર્મદાનું પાણી આગામી મંગળવાર સુધીમાં ન્યારી ડેમમાં આવી પહોંચશે. ન્યારીડેમ મારફત આ પાણી રાજકોટ શહેરને આપવાનું શરૂ થવાથી પશ્ચિમ રાજકોટના લોકોની પીવાની પાણીની સુવિધામાં વધારો થશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજકોટના લોકોમાં ખુશી પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે રાજકોયના મેયરે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું  હતું કે, રાજકોટને રોજ 20 મિનીટ પીવાનું પાણી પુરૂ પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમમાં લગભગ 20થી 25 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. 930 MCFTની ક્ષમતાવાળા આજીમાં 225 MCTF, 1248 MCFT ક્ષમતાવાળા ન્યારી-1માં 329 MCFT પાણી છે. બંને ડેમમાંથી રોજ રાજકોટ માટે અનુક્રમે 125 અને 60 MLD પાણી ઉપાડવામાં આવે છે. રાજકોટ જિલ્લાને પાણી પુરૂ પાડતા વિશાળ 6640 MCFT ક્ષમતાવાળા ભાદર-1 ડેમમાં હવે 1390 MCFT પાણી છે અને રોજ 45 MLD પાણીનો ઉપાડ કરવામાં આવે છે. આ રીતે આજી અને ન્યારીમાં અંદાજે 25-25 ટકા અને ભાદરમાં 20 ટકા જથ્થો બચ્યો છે. રાજકોટ માટે ત્રણેય ડેમમાંથી 230 MLD પાણી ઉપાડવામાં આવે છે. રાજકોટને રોજ 20 મિનીટ પાણી પુરૂ પાડવા કુલ 355 MLD પાણીની જરૂર છે. તે પૈકી 125 MLD પાણી નર્મદા પાઇપલાઇન યોજના હેઠળ બેડી તથા ન્યારી ખાતે મેળવવામાં આવે છે. આજી ડેમમાં તા. 31/7 સુધીમાં માત્ર 120 MCFT પાણી બચવાનું છે. ડેડ વોટરમાંથી પાણી ખેંચવામાં આવે તો રોજ 65 MLD પાણી મળે તેમ છે. વરસાદ ન આવે અને ડેમનું લેવલ સતત ઘટતું જાય તો 20 મિનીટ પાણી વિતરણની વ્યવસ્થા પર અસર થાય તેમ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code