- દિલ્હીમાં કોરોનાનો ભય
- સીએમ એ લોકોને વેક્સિન લેવાની અપીલ કરી
દિલ્હી – સમગ્ર દેશમાં ફરી એક વખત કોરોનાનો રાફળો ફાટ્યો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. આ સ્થિતિમાં સીએમ અરવિંદ કેજરીવાલે યોગ્ય લોકોને ર વહેલી તકે કોવિડ -19 રસી લેવાની અપીલ કરી છે.
કોરોનાને લઈને તેમણે કહ્યું, “દિલ્હીમાં કેટલાક કોરોનાના કેસ વધી રહ્યા છે. 100 થી 125 કેસ આવી રહ્યા છે, છેલ્લા કેટલાક દિવસોથી 400 થી 425 જેટલા નવા કેસો કેસ નોંધાય રહ્યા છે. તેમણે કહ્યું કે અમે હાલની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.જો કે હાલ તો કોઈ ચિંતા કરવાની જરુર નથી.મૃત્યુનાં કેસો હજી પણ અંકુશમાં છે.તેમણે કહ્યું કે દિલ્હીમાં એક રોજ ૧ થી 3 અથવા 0 મૃત્યુ કે મૃત્યુ નોંધાય રહ્યા છે.
લોકોને અપીલ કરતા સીએમ કેજરીવાલે કહ્યું કે, “હું લોકોને અપીલ કરીશ કે જેઓ લાયક છે તેઓએ જલ્દીથી વેસ્કિન લઈ લેવી જોઈએ કોરોનાનો ઉપાય વેક્સિન છે. વધુથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવે તો કોરોના નહીં થાય. તેઓએ કહ્યું હતું કે જો જરૂરી હોય તો, તમામ પ્રકારના કડક પગલા લેવામાં આવશે.હાલ દિલ્હીની હોસ્પિચલો પર સરકારની નજર છે, સરકાર દરેક બાબતે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અને જરુર પડવા પર સખ્ત વલણ પમ અપનાવશે.
સાહિન-