દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં સતત પ્રકદુષમનું સ્તર વઘી રહ્યું છે જેને લઈને અનેક નિયંત્રણો પણ લગાવવામાં આવ્યા છે આવી સ્થિતિમાં હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને પ્રદુષણને અટકાવવા પોતાનો સહોયગ આપવા માટે એક ખાસ અપીલ કરી છે.,
આ બબાતને લઈને મળેલી જાણકારી પ્રમાણે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યા પછી, પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે સરહદી રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને રાષ્ટ્રીય રાજધાનીમાં BS 3 પેટ્રોલ અને BS 4 ડીઝલ વાહનોની સેવાઓ બંધ કરવા અપીલ કરી હતી.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આનંદ વિહાર બસ ડેપોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ‘જોખમી’ કેટેગરીમાં પહોંચ્યા બાદ તેનો સ્ટોક લીધો હતો. આ દરમિયાન મીડિયા સાથએ વાતચીત કરતા તેમણે કહ્યું કે, “દિલ્હીમાં માત્ર ઈલેક્ટ્રિક બસો અને CNG બસો છે, પરંતુ યુપીમાંથી પ્રતિબંધિત BS3 અને BS4 વાહનો આનંદ વિહાર બસ ડેપોમાં મોકલવામાં આવી રહ્યા છે. હું ઉત્તર પ્રદેશ સરકારને વિનંતી કરું છું કે “જે વાહનો ઉત્સર્જન કરે છે તે શિપિંગ બંધ કરે.
વઘુમાં તેમણે સીએમ યોગીને અપીલ કરતા કહ્યું કે અત્યારે દિલ્હીમાં તમામ બાંધકામ બંધ કરી દીધા છે, અને BS3 અને BS4 વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, પરંતુ આ વાહનો બહારથી આવી રહ્યા છે, હું સીએમ યોગીને વિનંતી કરું છું કે તે આને બંધ કરે જેથી આપણે વાહનોને રોકવાની જરૂર ન પડે અને પ્રદૂષણને ઓછુ કરવામાં પોતાનો ફાળો આપીએ.